loading...

Friday, 19 January 2018

દરેક યુવાનો ફરજિયાત આખુ વાંચે ....


રાજકોટ માં સગ્ગી જનેતાને અગાસી પરથી ફેકીને હત્યા કરનાર પ્રોફેસર પુત્ર ૩ માસ બાદ પાંજરે પુરાયો .....!!!!

આ સમાચારને એક હત્યા માની ના અટકશો ...
આ હજારો હત્યા બરાબર છે .
આ બાબતે મને દુખી હ્લદયે લખવા મજબુર કર્યો છે કે ,
ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે ...
આપણા દેશની મહાન સંસ્ક્રુતી ના ગાન ભલે આપણે ગાઈયે પણ વડીલો ની સાચવણ અને માન સન્માન માં આપણે બીજા કરતાં ઘણા 'હલકા ' છીયે ...
આજે પણ તમો જોતા હશો કે ,
👉૮૦% બુઢા મા બાપને જમવા અલગ બેસાડાય છે ...
👉૨૦% મા બાપને સગવડતા હોય તોય ઘરવાળી ના ડરે  અલગ રખાય છે ...
👉 ૯૦% પુત્રો કામેથી આવીને સાંજે બાળકો ને ચુમી ઉઠે છે તો અમુક તો ઘરવાળી વર્ષો થી વિખુટી પડી ગઈ હોય લબાડ વેડા કરી ભેટી પડે છે ..
પણ ઘરમાં બા-બાપુજી ને 'કેમ છો બા ?' કહેતા નથી !!!
👉 ૭૦% મા-બાપો ઘરડા થાય ને કંઈ પણ બોલે...
"તમને ખબર નો પડે ...!" એમ કરીને ચુપ કરાય છે ...
👉૯૦% ઘરડા માતપિતા ને દિકરાઓ તેને પૈસા બાબતે પુછતા  જ નથી !
ભીખની જેમ રુપિયા  માંગવા પડે છે ...

👉👉👉👉👉👉જેવુ કરશો તેવુ ભરશો ... એ મુજબ મારા સર્વે પ્રમાણે જે લોકો માબાપ ને એકલા છોડી મુકે છે કે માન સન્માન આપતા નથી , તેના ઘડપણ વખતે તેનાથી બુરા હાલ થાય જ છે ...

👉👉અમુક કુટુંબો માં તો આ પેઢી દર પેઢી ચાલ્યુ આવતુ જ હોય ...
મા બાપો પ્રાણી ની જેમ બિચારા જિવતા હોય ..,
ને આ સાયકલ પેઢી દર પેઢી ચાલુ જ હોય 😌😌😌
ખરેખર આવા કુટુંબો માં સંસ્કાર , શિષ્ટતા અને કેળવણી માં ખોટ હોય છે ..

સમજો ... વિચારો ... યુવાનો ...
૬૦ વર્ષ પતિપત્ની સાથે રહીને , જ્યારે એકાદ સ્વર્ગે સિધાવે ત્યારે તેની જિંદગી માં એકલતા વ્યાપી જાય ...
ધીરે ધીરે બચપણ ના ભાઈ બહેનો ચાલ્યા જાય ...
ઓટા-ચોરા ના મિત્રો એક પછી એક ચાલ્યા જાય ...
૮૦-૯૦ વર્ષે તો તેના તમામ સાથીદાર , મિત્રો ચાલ્યા જાય ....
જેની સાથે જીવવુ છે તે તમામ નવા ?
ઉમર ને લીધે શરીર સાથ ના દે ...
સંભળાય નહી .. ભાષા ના સબ્દો , ટેકનોલોજી , રહેનસહેન , ફેશન પળપળ બદલતી હોય ત્યારે ,
બધા સાથે સંકલન અશક્ય બની જાય ...
ત્યારે જીવવુ એ જ બોજ બની જાય ....
માનવ જિંદગી નો સૌથી ભયાનક અને બિહામણો તબક્કો ત્યારે બની જાય કે પુત્રો હરામી પાકે ....,
આવા સમયે પુત્ર પુત્રવઘુ ઓ યે પોતાના બાળપણ ને યાદ કરવુ જોય ...
જન્મથી જ આપણને ખાતા , ચાલતા , બોલતા ને આ દુનિયા ના આંટાપાટા જેણે ખંત અને મહેનત થી શીખવ્યા હોય ...
તેને જ્યારે જરુર પડે ત્યારે આટલા બધા હલકટ વેડા ????
વિચારો ....
માતપિતા ને તરછોડી ને આ દુનિયા માં કોઈ જ સુખી થયુ નથી ...
કુતરા ના મોતે ના મરવુ હોય અને ઘડપણ માં સુખ થી જિવવુ હોય તો ,
મા બાપ ની પોતાના ભુલકા જેટલી જ કાળજી લો .
"કેમ છો બા ? કેમ છો બાપુજી ?" આટલા શબ્દો જ તેમને ઘડપણ ભુલાવી પરમ સુખ આપે છે ...,
લખી લો ...
❤માતપિતા એ સૌથી મોટા ઈશ્વર છે ....તેને ભરપુર પ્રેમ કરો ...❤

No comments:

Post a Comment