*સ્ત્રી.....*
✍
*એ જયારે મેનુ માંથી આઇટમ પસંદ કરવામાં સમય લેતી હોય ત્યારે એને જેટલો સમય લેવો હોય એટલો લેવા દો...*
*રાંધતી વખતે દરરોજ એ જ તો કેટલોય સમય લઈને નક્કી કરે છે કે શું બનાવવું, કોના માટે ને કેટલું બનાવવું....*
*એ જયારે બહાર જતી વખતે તૈયાર થવામાં સમય લેતી હોય ત્યારે એને જેટલો સમય લેવો હોય એટલો લેવા દો...*
*એ જ તો તમારા ઈસ્ત્રીબંધ કપડાં ને ગોઠવવામાં પુષ્કળ સમય ખર્ચે છે...ને એટલે જ તો તમારા મોજાં ક્યાં છે એની તમારા કરતાં એને વધારે ખબર હોય છે....*
*તમારૂ સંતાન સૌથી સરસ દેખાતું બાળક લાગે એ માટે ય , એ જ પોતાનો સમય- શક્તિ ખર્ચે છે.....*
*એ જયારે ટીવી પર એક પછી એક સિરિયલ જોયા કરતી હોય ત્યારે એને જેટલું ટીવી જોવું હોય એટલું જોવા દો.....*
*એ ફક્ત ઉભડક મને ટીવી જુએ છે, એનું મગજ તો એ જ ધ્યાન રાખતું હોય છે કે કેટલા વાગ્યા.*
*જેવો રસોઈ નો સમય થયો કે એ રસોડા તરફ ભાગશે....*
*સવારે નાસ્તો પીરસતી વખતે એ મોડું કરે તો એને કરવા દો...*
*જરા વધારે બળી ગયેલી રોટલી એણે પોતાના માટે રાખી લીધી છે અને તમારા માટે નવી સારી રોટલી બનાવવામાં મોડું થઇ રહ્યું છે....*
*ચા પીધા પછી એ બારીની બહાર શૂન્યવત જોયા કરતી હોય તો એને એમ કરવા દો...*
*એણે પોતાની જિંદગીના હજારો કલાકો તમને આપ્યા છે, ખુદના માટે એને થોડીક પળો ભોગવવા દો....*
*એ જિંદગીમાં ભાગદોડ કરતી રહી છે,*
*જ્યાં જ્યાં જરૂર પડે,*
*જ્યારે જ્યારે જરૂર પડે,*
*ત્યારે પોતાનો સમય આપતી રહી છે.....*
*એ પોતે જેટલી ભાગદોડ કરી રહી છે એનાથી વધુ ભાગદોડ એને ના કરાવો....*
🌷
*घर में _स्त्री*
*"सब"_ का मन रखती है*
*लेकिन "सब" भूल जाते हैं की*
*" स्त्री " भी*
*एक मन रखती है*
😊 🙏
*Dedicated To All The Ladies. . .*
No comments:
Post a Comment