*ઉધાર માલ વેચવો નફાકારક (સારો) કે નુકસાનકારક (ખોટો). ??????*
જ્યારે જ્યારે આવા વિચારો આવે તો શું કરવું જોઈએ જુના ઈતિહાસ જોતા પહેલાના જે લોકો એકબીજાની શરમ ભરતા ઉધાર આપતા માણસ પ્રત્યે આદર ની ભાવના હતી.ભલે થોડો ભાવ વધારે લે તો પણ આપણી ઈજ્જત સાચવી તેનો લોકોને પણ આનંદ હતો.એક બીજા ના સંબંધ ની સાચવણી થતી. આ હળહળતા કળયુગમાં હવે સંબંધ ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.માટે રીટેલ મા દરેક ઉધાર આપતા વેપારીઓએ વિચારવાની જરૂર છે. ગુજરાતના અને ભારતના જે બેસ્ટ વેપારી કહેવાય તે મોટા માણસો નુ શુ માનવું છે તે પણ સમજી લેવું જોઇએ.તમારી નજીક ના શહેરમાં કે તમારી આજુબાજુ રીલાયન્સ ના મોટા સ્ટોર માં ગયા હશો ના ગયા હોવ તો જાતે જાઈ ને પણ આવશો. તેમાં ફક્ત ૫.૦૦ રુપિયા ની પેન્સિલ ઉધાર માગજો તે ઉધાર નહીં આપે.આટલો મોટો વેપારી તમારા મારા કરતાં અનેક ગણો મોટો ધારે તેટલું ઉધાર આપી શકે છતાં ઉધાર નથી આપતા હવે વધારે બીજી અગત્યની વાત આટલા મોટાપાયે ધંધો કરતા હોય તેમાં તે મોટા માણસો ની પોતાના કેટલા રૂપિયા લાગેલા હોય છે તે ચેક કરતા માલુમ પડયું કે પોતાના કોઈ રુપિયા જ નથી બધા શેર બજાર થી ભેગા કરેલા છતાં પણ માલ ઉધાર નથી આપતા.અને આપણે આપણી પોતાની બધી મુડી લગાડીને બેઠાં છીએં અને ઉધાર આપવાની જાણે હોડ માં ઉતર્યા હોય તે ખુબજ ઓછા નફાથી.શા માટે ????
કોના માટે????
દરેક વેપારી ને મારી નમ્ર વિનંતી છે કે આજથી ધીમે ધીમે ઉધાર ઓછુ કરી જેટલુ બંને તેટલું કેશ થી જ વેચાણ કરવું.
હા ઉધાર આપો પણ કોને આપવું તેની વ્યાખ્યા નક્કી કરો.મારી વાત માનો તો તમારી દુકાન, શોરુમ,ઓફીસ કોઇ કારણ સર ૧૫ થી ૨૦ દીવસ બંધ હોય તો ધરે પૈસા આપવા કોન આવે તેને ઉધાર દેવું.
આ ફક્ત મારો વિચાર છે માનવું ના માનવું તે દરેકે પોતાની ઈચ્છા પ્રમાણે કરવું.
*From:- મહેશ *
No comments:
Post a Comment